Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાનો આપઘાત

ધાનેરાના રામસણ પાસે ટ્રેન નીચે પ્રેમીપંખાડીએ પડતું મૂક્યું : યુવકનું મોત -યુવતી ગંભીર

બનાસકાંઠા : જિલ્લામાં એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી, જ્યારે ધાનેરાના રામસણ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમીપંખાડીએ આત્મહત્યા કરતા યુવકનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ખાસ કરીને જેની પંખીડાની આત્મહત્યા ખૂબ જ વધી ગઈ છે. આજે પણ એક સાથે બે અલગ અલગ જગ્યાએ પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી છે. જેમાં થરાદના ચાંગડા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો સહિત થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક -યુવતીની લાશને ઝાડ પરથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   બીજી બાજુ ધાનેરાના રામસણ ગામ પાસે પણ પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આ ઘટનામાં યુવક ટ્રેન નીચે કચડાઇ જતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

(9:11 pm IST)