Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજપરા ગામ પાસેથી બાઈક પર દારૂ લઈ જતા શખ્સને રૂપિયા 29.600ના મુદામાલ સાથે પકડી પાડતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રાજપરા ગામ પાસેથી આમલેથા પોલીસે મોટરસાઇકલ પર લઈ જવાતા ઇંગ્લીશ દારૂના મુદામાલ સાથે એક ને ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસે પ્રોહીબીસન ચેકીંગ દરમ્યાન મળેલી બાતમી મુજબ પાણેથા ગામ તરફથી એક મો.સા ચાલક તેની મો.સા ઉપર ઈંગ્લીશ દારૂ લઇને ઓરી ગામે જવાનો છે જે બાતમી આધારે નાવરાથી રાજપરા જવાના ત્રણ રસ્તા પાસે રોડ ઉપર પ્રોહી. વૉચમાં બેઠા હતા તે દરમ્યાન આ મો.સા  ચાલાકને અટકાવતા તેને લઈ આવનાર રાકેશભાઇ મનુભાઇ માછી (રહે.ઓરી તા.નાંદોદ )પાસે ની મો.સા ઉપર એક બેગમાં ઇગ્લીસ દારૂના પાઉચ નંગ ૯૬ નંગ ની કિ.રૂ .૯૬૦૦ મો.સા જોતા નં. GJ 06 DF 8289 ની કિ રૂ .૧૫૦૦૦ તેમજ મોબાઈલ કિ.રૂ. આશરે ૫૦૦૦ મળી કુલ કિ.રૂ. ૨૯૬૦૦-ના મુદા માલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:42 pm IST)