Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલનાર મુંબઈના આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો આરોપી નેપાળથી છેલ્લા 10 દિવસથી સુરત રહેવા આવ્યો હતો. : પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  છેલ્લા ચાર વર્ષથી ભગતા ફરતા મુંબઈના આરોપી શિવા રામકુમાર ચૌધરીને ઇચ્છપોર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસને હકીકત એવી મળી હતી કે આ આરોપી મુંબઈના સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો હતો. સુરતમાં છેલ્લા 10 દિવસ થી રહેવા માટે આવ્યો હતો. નેપાળ ખાતેથી સુરતમાં આવતાની સાથે પોલીસે આ આરોપીને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.
આ આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો મુંબઈ નહિ પણ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ ગેંગનું નેટર્વક ચલાવવામાં આવતું હતું અને ભારત બહારથી પણ છોકરીઓ કે મહિલાઓને લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

આ ગેંગનો મુખ્ય આરોપી અને એજન્ટ કૃષ્ણસિંગ સુરેન્દ્રસિંહ તેના બીજા એજન્ટ સાથે મળીને રશિયન છોકરી, દિલ્લી, નેપાળ તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી ઉપરાંત આરોપીઓની ટીમ દ્વારા ઓનલાઇન વેબસાઈટ અને ઈન્ટરનેટના માધ્યમથી અલગ અલગ ગ્રુપમાં છોકરીઓના ફોટો મોકલવામાં આવતા હતા અને ગ્રાહકો પાસે રૂપિયા લેવામાં આવતા હતા.
પકડાયેલ આરોપી શિવા રામકુમાર ચૌધરી આ ટીમમાં એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. હાલમાં આ પકડાયેલ આરોપી નેપાળ ખાતે રહેતો હતો પણ મામલો થોડો શાંત થતાની સાથે સુરતમાં 10 દિવસ પહેલા જ આવ્યો. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો આ દેશવ્યાપી દેહવ્યાપારના મોટા નેટર્વકનો પર્દાફાશ થવાની સાથે અનેક મહિલાઓની જિંદગી બચી જાય એમ છે.

(10:57 pm IST)