Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું અમદાવાદમાં આગમન:સવારે મંગળા આરતીમાં આપશે હાજરી

દેશના સહકાર મંત્રાલયના પહેલા મંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવ્યા

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આગામી ત્રણ દિવસ તેઓ અમદાવાદમાં જ પસાર કરશે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે તેઓ મંગળા આરતીમાં હાજરી પણ આપશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સરકારે પરવાનગી આપી દીધી છે. ત્યારે રથયાત્રાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ વારવાર રુટનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમિત શાહ આગામી ત્રણ દિવસ માટે મહેમાન બન્યા છે. જગન્નાથજીની રથયાત્રાના દિવસે તેઓ મંગળા આરતીમાં હાજરી પણ આપશે. વર્ષોથી અમિતભાઈ  શાહ રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં હાજરી આપે છે. દેશના સહકાર મંત્રાલયના પહેલા મંત્રી બન્યા બાદ અમિતભાઈ  શાહ પહેલી વખત અમદાવાદ આવ્યા છે.

અમિતભાઇ શાહ અમદાવાદ આવી પહોંચતા હવે આગામી ત્રણ દિવસમાં તેમના હસ્તે રૂા.150 કરોડના કામોનું ખાતમુહર્ત અને લોકાર્ણ કરવામાં આવશે. જેમાં ઘુમા વિસ્તારમાં રૂા.86 કરોડના ખર્ચથી તૈયાર થનાર 24×7 વોટર પ્રોજેકટ મુખ્ય રહેશે. તદઉપરાંત ગાંધીનગર સંસદ વિસ્તારમાં પાણીની ઓવર ટાંકીઓ, સીવીક સેન્ટર કોમ્યુનીટી હોલ સહિત કેટલાક આવશે.

(11:54 pm IST)