Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહીઃ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડાંગના આહવા અને ભરૂચના વાગરામાં દોઢ ઇંચઃ 11 તાલુકામાં વરસાદ પડયો

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 13 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. જેથી 16 અને 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે આવામાં સૌથી મોટી પરેશાની ખેડૂતો માટે છે. કારણ કે, એકબાજુ ખેડૂતો પાક નુકસાનીથી પરેશાન છે, ત્યારે હજુ પણ 5 દિવસની વરસાદની આગાહીથી જગતનો તાતના માથે આભ તૂટી પડશે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી....

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

એક સપ્તાહના બ્રેક બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદના આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને ભરૂચના વાગરા 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

(4:30 pm IST)
  • અમેરિકાના ઓરેગનમાં આવેલા જંગલમાં ભીષણ આગ : સખત તાપમાનને કારણે ફાયર ફાઈટર પણ પાછા ફર્યા : અનેક ઘરો બળીને ખાખ : 4 લાખ 70 હજાર એકર જમીનમાં આગની જ્વાળાઓ ફેલાતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું access_time 11:46 am IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યુ છે કે કોરોનાને હળવાશ થી બિલકુલ લેતા નહિં, ફેઈસ માસ્‍ક પહેરી જ રાખો અને બે ગજનું સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અચૂક જાળવી રાખો access_time 5:53 pm IST

  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST