Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ડભોઇ પાસેનો કિસ્સો : લોકડાઉન દરમિયાન મંદિરની આવક બંધ થતા પૂંજારી પતિના પત્ની સાથે મતભેદ અભયમે સુલેહ કરાવ્યા.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ડભોઇ પાસેના એક ગામના પૂજારીની પત્ની એ અભયમ 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી જણાવેલ કે લોકડાઉન ને કારણે મંદિર બંધ રહેતા મારા પતિ ની આવક બંધ થયેલ છે જેથી તેઓ ઘર ખર્ચ માટે કોઈ રકમ આપી સકતા નથી અને મારી શારીરિક જાતીય સતામણી કરે છે જેમાં મદદ કરવા અભયમને વિનંતી કરતા અભયમ રેસ્ક્યુ ટીમ,પાદરા તાત્કાલિક સ્થળ પર પહોંચી દંપતી નું સફળતાપૂર્વક કાઉન્સિલિંગ કરી સફળતા મેળવી હતી.
             મળતી માહિતી મૂજબ 47 વર્ષ ના મંદિર ના પૂજારી ના પુનલગ્ન 27વર્ષ ની ડાયવર્ષી અને એક દીકરી ની માતા સાથે થયા હતા શરૂઆત નું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું જેમાં મેડિકલ રિપોર્ટ મા આવેલ કે કોઈ કારણસર (પન્ના પૂજારી ના પત્ની,નામ બદલેલ છે )બાળક ને જન્મ આપી શકે તેમ નથી તેથી પન્ના ના પતિ જેઓ મંદિર ના પૂંજારી અને કર્મકાંડ કરે છે તેઓ ગુસ્સે ભરાયા હતા અને માતા ના બની શકવાનો દોષારોપણ પત્ની છે તેમ જાણી પન્ના ઉપર શારીરિક અને જાતીય સતામણી દ્વારા ખુબજ હેરાન કરતા હતા
             કોરોના મહામારીમા મંદિર મા દર્શને આવતા ભક્તો ઓછા થતા અને લોકો એ કર્મકાંડ વિધિ ઓછી કરાવતા તેમની આર્થિક પરિસ્થિતિ વિકટ બની હતી તેઓ કર્મકાંડ સિવાય બીજી આર્થિક પ્રવૃત્તિ કરતા ન હતા અને આખો દિવસ ઘર મા બેસી રહી પત્ની ને ત્રાસ આપતાં,ઘર મા કોઈપણ ચીજ વસ્તુ લાવી આપતાં ન હતા જેથી પન્ના અને તેમની દીકરી ની હાલત કફોડી બનતા તેમણે અભયમનો સંપર્ક કરતા અભયમ ટીમે દંપતીને સાથે બેસાડી સમજાવેલ કે આ મહામારીની ખુબ મોટી અસર સમાજ અને પરિવાર મા થઇ છે પરંતુ તેનો સાથે રહી સામનો કરવાનો છે હવે પરિસ્થિતિ સારી થતી જાય છે,ફક્ત એકજ આવક ના સ્ત્રોત પર આધારિત ના રહેતા કોઈ નવીન આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ.અને પન્નાબેન બાળકને જન્મ આપી શકે તેમ નથી તેમાં તેમના એકલા નો દોષ નથી તમેં એક દીકરી છે તેને સારી કેળવણી આપી માતા પિતા તરીકે ની ઉમદા ફરજ નિભાવી શકો છો.પન્નાબેન ને પણ પતિ ને આર્થિક રીતે મદદરૂપ બની શકે તેવી પ્રવૃત્તિ અથવા જોબ પણ કરી શકાય તેવી સમજ આપી આમ દંપતી ને અસરકારક રીતે સમજાવતાં પતિ એ પોતાની ભૂલ કબૂલી અને હવે પછી પત્ની ને હેરાન નહીં કરે અને પરિવાર ની જવાબદારી અદા કરશે તેની ખાત્રી આપી. આમ સફળ કાઉન્સલીંગ દ્વારા દંપતી ને મનમેળ કરાવવામાં અભયમ ટિમને સફળતા મળી હતી

(5:04 pm IST)