Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના મહામારીમાં રાજપીપળા સબજેલમાં બંદીવાનોની ખાસ દેખરેખ રાખતા જેલર એમ.એલ ગમારા

બંદીવાનોનું નિયમિત ચેકઅપ અને હોમીઓપેથી રક્ષણાત્મક દવા તેમજ ઉકાળા વિતરણ પણ કરાય છે

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : કોરોના મહામારી સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના જેવી મહામારીથી બચે તે માટે સતત કાર્યશીલ અને ચિંતિત હોય છે ત્યારે પરિવારથી દુર જેલમાં બંધ બંદીવાનોનું સ્વાસ્થ્ય જળવાય તે પણ મહત્વ નું છે કેટલાય શહેરો માં જેલ માં બંધ બંદીવાનો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે
         રાજપીપળા સબજેલ માં કેદીઓ નું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ખાસ કોરોના મહામારીમાં કોઈ કેદી કોરોનામાં ન સપડાય તે માટે જેલ વહીવટી તંત્ર દવારા વિશેષ કાળજી લેવામાં આવે છે ઉપરાંત રાજપીપળા સબજેલના જેલર એમ.એલ. ગમારાના સતત પ્રયાસો થકી જેલનું અને આસપાસનું વાતાવરણ હરિયાળું પણ બન્યું છે આ બાબતે જેલર એમ. એલ. ગમારા એ જણાવ્યું હતું કે નવી જેલ બની અને મેં અઢી વર્ષ પહેલાં ચાર્જ સંભાળ્યો ત્યારે મને શોખ છે કે આ જેલ ને ગ્રીન જેલ બનાવું અહીંયા આસપાસ ફૂલ છોડ, ઘાસ વિગેરે નું જતન કરાયુ છે

         ઉપરાંત આઈ જી રાવ અને ગઢવીની સૂચના મુજબ કેદીઓ ને જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે ઉપરાંત કોરોના મહામારી જેલ માં પ્રવેશે નહીં તે માટે નિયમિત ચેકઅપ તેમજ અઠવાડિયા મા ત્રણ દિવસ હોમીઓપેથી દવા આરસેનિક આલ્બમ પોટેનસી 30 ગોળી તેમજ ચાર દિવસ આયુર્વેદિક ઉકાળો કેદીઓ ને આપવામાં આવે છે ઉપરાંત જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ ના એપેડેમીક અધિકારી બંને કેદીઓના સ્વાસ્થ બાબતે ઘણા સકારાત્મક છે અને ગમે ત્યારે કેદીઓ નું RTPCR ટેસ્ટ કરાવો હોય તે માટે બાંહેધરી પણ આપી છે ઉપરાંત બાળકો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ન વળે તે માટે ખાસ માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખે તેમ પણ તેમણે આહવાન કર્યું છે.

(5:08 pm IST)