Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સાણંદ : જીવણપુરાના સનાથલની સીમમાં ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી સાત શખ્સોની ધરપકડ કરી

સાણંદ : જીવણપુરા તાબે સનાથલ ગામની સીમમાં મહેન્દ્રભાઇ જવાનસિંહ ચૌહાણ નામના ઈસમના  ખુલ્લા ખેતરમાં પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ જુગારીઓ () નિમેષભાઇ હસમુખભાઇ કોટક રહે. બ્રહ્મપોળ, સરખેજગામ, અમદાવાદ () નિમેષભાઇ મહેશભાઇ પ્રજાપતી રહે. રાવળવાસનવા વણજર, સરખેજ, અમદાવાદ () વાઘજીભાઇ સેંધાજી ઠાકોર રહે. ઠાકોરવાસ, ધોળકા રોડ, સરખેજ, અમદાવાદ () કરણ આયદાનભાઇ લુહાર રહે. સપના સિનેમાની બાજુમાં, સરખેજ, અમદાવાદનાઓને પકડી તેમની પાસેથી અંગ ઝડતી કરતા તથા દાવ ઉપરની કુલ રોકડ રૂ.,૫૦,૭૦૦/- તથા વાહન નંગ. કિ.રૂ.૯૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.,૪૧,૭૦૦/-  ના મુદ્દામાલ સાથે પકડી તથા  આરોપી નં () આશીફખાન ઇબ્રાહિમખાન પઠાણ રહે. સરખેજ, અમદાવાદ () રીઝવાન નામનો માણસ રહે. સરખેજ, અમદાવાદ () મહેંદ્રસિંહ જવાનસિંહ ચૌહાણ રહે. સનાથલ ગામ, તા. સાણંદ, જી. અમદાવાદ  ત્રણેય વોંન્ટેડ  ઇસમો વિરૂધ્ધમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં  જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરેલ છે

(5:21 pm IST)
  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST

  • ડોનાલ્‍ડ ટ્રમ્‍પના હુકમના આધારે અમેરીકાએ ૧૦૦૦ ચીની નાગરીકોના વીઝા પુનઃ સ્‍થાપિત કર્યા છે access_time 5:55 pm IST

  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST