Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વડોદરાના ગોત્રીમાં મકાન ભાડે રાખી દારૂની હોમ ડિલિવરી કરનાર યુવક પાસેથી પોલીસે બોટલો જપ્ત કરી

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં મકાન ભાડે રાખી દારૂની હોમ ડિલિવરી કરતા યુવકને પોલીસે ઝડપી પાડયો છે.

રામેશ્વર સ્કૂલ પાસે કર્મજ્યોત સોસાયટીમાં રહેતો રાહુલ વસંત ઉઘાડે નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી દારૂનો જથ્થો મંગાવી સ્કૂટર પર હોમ ડીલીવરી કરતો હોવાની માહિતી મળતા ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનમાંથી 4 બેગ ભરેલી દારૂની રૂ.90 હજારની કિંમતની 90 બોટલો, સ્કૂટર અને મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:22 pm IST)