Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વડોદરા: તાંદલજામાં મધરાત્રે મકાનમાં ચોરી કરવા આવેલ ગઠિયાને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો

વડોદરા : તાંદલજાની દુકાનમાં ગઈ મધરાતે ચોરી કરવા આવેલા બે ચોરો પૈકી એક ચોરને લોકોએ ઝડપી પાડી ખોખરો કર્યો હતો.

તાંદલજાના સંતોક નગરમાં રહેતા મહંમદ અબદુલભાઇ વોરા ગઈરાતે સૂઈ રહ્યા હતા ત્યારે તેમના મકાનની બહાર આવેલી દુકાનમાં પતરા ખખડવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા.

દુકાનદારે બહાર આવી જોયું તો સોસાયટીમાં ટોળું ભેગું થઈ ગયું હતું અને એક ચોરને ઝડપી પાડયો હતો. પોલીસ આવી જતા ચોરને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં ચોર નું નામ શકલીન મુનિયા મીરા શેખ રહે તાંદલજા હોવાનું તેમજ ભાગી છૂટેલા સાગરીત નું નામ નદીમ હોવાનું જાણવા મળ્યું હતું.

(5:23 pm IST)
  • દ્વારકા શહેરના પી.આઈ કોરોનાથી સંક્રમિત : હોમ આઇસોલેશન થયા access_time 11:10 pm IST

  • ક્રિકેટ જગતના પિતામહ રણજીતસિંહનો આજે જન્મદિવસ : 10 સપ્ટે. 1872 ના રોજ જન્મ થયો હતો : તેમના નામે દેશમાં રણજી ટ્રોફી રમાય છે.અકસ્માતે એક આંખ ગુમાવતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી access_time 11:45 am IST

  • અમેરિકાના ઓરેગનમાં આવેલા જંગલમાં ભીષણ આગ : સખત તાપમાનને કારણે ફાયર ફાઈટર પણ પાછા ફર્યા : અનેક ઘરો બળીને ખાખ : 4 લાખ 70 હજાર એકર જમીનમાં આગની જ્વાળાઓ ફેલાતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું access_time 11:46 am IST