Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં એક જ પરિવારના 3 બેંક એકાઉંટમાંથી એક સાથે 7 લાખ ઉપડી જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં બેંક ગ્રાહકો સાથે ઓનલાઇન છેતરપિંડીના બની રહેલા એક પછી એક બનાવોમાં કારેલીબાગ વિસ્તારમાં એક પરિવારના 3 બેંક એકાઉન્ટમાંથી રૂ.7 લાખ ઉપડી ગયા હોવાનો બનાવ બન્યો છે.

કારેલીબાગની અધ્યાપક નગર સોસાયટીમાં રહેતા અને મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટને લગતું કામ કરતા હેમંત મુંધોલકરે પોલીસને જણાવ્યું છે કે, તા. 14 મી ઓગસ્ટે હું મોબાઈલ ઉપર નેટ સર્ચ કરતો હતો ત્યારે મારૂ નેટ ચાલુ નથી થતું હોવાથી મને શંકા ગઈ હતી.

મેં મારા મોબાઈલના મેસેજો તપાસતા તા 12મીએ મારો મોબાઇલ નંબર અલ્ટરનેટ ચેન્જ કરવા માટે મેસેજ આવ્યો હતો. હકીકતમાં મોબાઇલ નંબર અલ્ટરનેટ ચેન્જ કરવા માટે મેં કોઈ રિક્વેસ્ટ આપી હતી પરંતુ તેમ છતાં મારો મોબાઇલ નંબર ચેન્જ કરવા માટે પ્રક્રિયા થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે તા.13મીએ મારો મોબાઇલ નંબર ચેન્જ થયો હોવાનો મને મેસેજ મળ્યો હતો. બંને મેસેજ મેં વાંચ્યા નહીં હોવાથી મારો મોબાઇલ નંબર ચેન્જ થઈ ગયો હતો.

(5:24 pm IST)
  • ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની દુર્ઘટનામાં બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ : ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજૂરો પડી ગયા બાદ ઘાયલ થવાની ઘટનામાં કોન્ટ્રાકટર મંગાભાઈ સોલંકીને મ્યુ.કમિશ્નરે બેદરકારી અંગે નોટીસ ફટકારી છે access_time 4:13 pm IST

  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST