Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સચિવાલયમાં વધુ ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

સચિવાલયના 460 કર્મયોગીનો ટેસ્ટ કરાયો : હજુ 13 તારીખ સુધી ટેસ્ટિંગની કામગીરી ચાલશે

ગાંધીનગર : ગાંધીનગરના સચિવાયલમાં ચાલતાં કોરોના ટેસ્ટ અંતર્ગત આજના દિવસમાં સચિવાલયના 460 કર્મયોગીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે થયેલા ટેસ્ટમાંથી પણ 4 વ્યક્તિઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. સચિવાયલમાં આગામી 13 તારીખ સુધી કોરોના ટેસ્ટિંગ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિત સચિવાલયના અનેક કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.

(8:59 pm IST)