Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરત ડાયમંડ ઉદ્યોગો માટે રાહત: ઓરિસ્સાથી કારીગરોના વાપસી માટે 6 સ્પેશ્યલ ટ્રેન દોડશે

ઓરિસ્સાના ખુર્દારોડથી ગાંધીધામ, અમદાવાદ અને ઓખા માટે ટ્રેનો દોડશે

સુરતઃ  સુરતમાં કોરોનાનો હાહાકાર યથાવત છે ત્યારે બીજી તરફ ઓરિસ્સાવાસીઓની અને ખાસ કરીને શ્રમિક મજૂરોની વાપસી વધુ સરળ થઇ શકે તે માટે રેલવેનો વધુને વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સાના ખુર્દારોડથી ગાંધીધામ, અમદાવાદ અને ઓખા માટે ટ્રેનો દોડાવવાનું આયોજન છે. ત્રણેય સ્પેશિયલ ટ્રેનોતા.12મીથી શરૂ થવા જઇ રહી છે. ત્રણેય ટ્રેનોના કુલ 6 ફેરાઓ ગુજરાત માટેના રહેશે. જેથી કારીગરો મોટી સંખ્યામાં સુરત આવી શકસે.

રેલવે મંત્રાલય સમગ્ર દેશમાં તા.12 સપ્ટે.થી 40 ટ્રેનો દોડાવવાનો નિર્ણય હાલમાં કર્યો હતો. તેની સાથે ગુજરાતથી 3 વિશેષ ટ્રેનો ઓરિસ્સા માટે ચલાવવાનો નિર્ણય લીધો છે. નવી સૂચના નહીં આવે ત્યાં સુધી ટ્રેનનું સંચાલન યથાવત રહેશે. ટ્રેનો માટેનું બુકિંગ તા.10મીથી શરૂ થઇ રહ્યાં છે.

પચ્છિમ રેલવે દ્વારા સંચાલિત થનારી 3 વિશેષ ટ્રેન અમદાવાદ-ખુર્દા રોડ, ગાંધીધામ-ખુર્દા રોડ અને ઓખા-ખુર્દા રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે અમદાવાદ ખુર્દા રોડ અઠવાડિયામાં 4 દિવસ અને બાકીની 2 ટ્રેનો અઠવાડિયામાં 1 દિવસ દોડશે અને તેનો લાભ અમદાવાદ, વડોદરા અને સુરત શહેરોને મળશે.
 
અત્રે ઉલ્લેખનીય છેકે સુરતનો પાવરલુમ્સ, મીલમાં મોટે ભાગે ઓરિસ્સાના કારીગરો કામ કરતા હતા , જે અનલોકમાં સુરત આવ્યા નથી ત્યારે બે વેપાર માત્ર 20 ટકાજ કાર્યરત હતો . હવે કારીગરો જેમ જેમ આવતા જશે તેમ તેમ ઉદ્યોગો ફરિ ધમધમતા થશે.

 

(10:39 pm IST)
  • અમદાવાદના પાલડી સર્વે વિસ્‍તારમાં આંબેડકર રિવર બ્રીજની બીજી બાજુ કેન્‍દ્ર સરકારના ઉડ્ડયન ખાતાને જમીન સોંપવામાં આવી છે : અમદાવાદ કોર્પોરશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સી પ્‍લેન સર્વિસ માટે સાબરમતી રીવરફ્રન્‍ટ ઉપર વોટર એરોડ્રામ બનાવવા ૪૦૪૭ ચોરસ મીટર જમીન ફાળવી આપી છે : આ વોટર એરોડ્રામનો પ્રારંભ ૩૧ ઓકટોબરે નરેન્‍દ્રભાઈના હસ્‍તે થાય તેવી સંભાવના છે : આ માટે કોન્‍ક્રીટ પ્‍લેટફોર્મ સાબરમતી રીવરફ્રન્‍ટ તરફ રવાના કરવામાં આવ્‍યુ છે : સ્‍પાઈસ જેટ વિમાની સેવા સાબરમતી રીવરફ્રન્‍ટથી સરદાર સરોવર વચ્‍ચે સી પ્‍લેનની સર્વિસ ઓપરેટ કરશે access_time 5:56 pm IST

  • અમેરિકાના ઓરેગનમાં આવેલા જંગલમાં ભીષણ આગ : સખત તાપમાનને કારણે ફાયર ફાઈટર પણ પાછા ફર્યા : અનેક ઘરો બળીને ખાખ : 4 લાખ 70 હજાર એકર જમીનમાં આગની જ્વાળાઓ ફેલાતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું access_time 11:46 am IST

  • પાકિસ્તાનમાં કલાકારોના ઘરનું ડિમોલિશન નથી થતું : મહેરબાની કરી તમારા વિવાદમાં અમારા દેશને ન સંડોવો : કંગના રનૌતની 48 કરોડ રૂપિયાની ઓફિસનું મુંબઈ મહાપાલિકાએ ડિમોલિશન કરતા તેણે મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી : પાકિસ્તાની પત્રકાર મહિલા મેહર તરારે વાંધો ઉઠાવતા વિવાદમાં ફસાઈ access_time 12:34 pm IST