Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટેની એસઓપી તૈયાર થઇ

દિવાળીઓ બાદ શાળાઓ શરૂ કરવાની તજવીજ : રાજ્યની કેબિનેટની બેઠકમાં SOP રજૂ કરવામાં આવશે

ગાંધીનગર, તા. : દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટેની એસઓપી શિક્ષણ વિભાગે તૈયાર કરી લીધી છે. દિવાળી બાદ શાળા કયા ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને એસઓપીમાં આવરી લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરેલી એસઓપીમાં અનેક સુધારા વધારા કરવાની સૂચનાઓ શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવી છે. આગામી બુધવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી એસઓપીને રજૂ કરવામાં આવશે અને પછી આખરી ઓપ આપી નિર્ણય કરવામાં આવશે. સૂત્રોના હવાલેથી ખબર મળી રહ્યા છે કે જે રાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળે છે, તેની સાવચેતી રાખવા માટે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉલ્લેખ કર્યો છે.

(9:34 pm IST)