Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજપથ કલબ પાસે અકસ્માત સર્જનાર ખરો BMW કાર ચાલક કોણ? પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરશે

કાર દિનેશ કલગીની પત્ની સોનલબહેનના નામે: અલકેશ દેસાઈની અકસ્માત તેનાથી થયો હોવાની કેફિયત

અમદાવાદ : રાજપથ કલબ પાસે શનિવારે મધરાત્રે ડાઈવર્ઝન બોર્ડને ટક્કર મારી અકસ્માત સર્જનાર BMW કાર ચાલક અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. જે કારથી અકસ્માત થયો તે કાર દિનેશ કલગીની પત્ની સોનલબહેનના નામે છે. પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ કરી છે. પોલીસ સમક્ષ હાજર થયેલા અલકેશ દેસાઈ નામના શખ્સે અકસ્માત તેનાથી થયાની જાહેરાત કરી હતી. પોલીસે અકસ્માત અલકેશએ જ કર્યો કે અન્ય કોઈ વ્યક્તિ કાર ચલાવતો હતો તે તપાસ શરૂ કરી છે. જો આ કેસમાં પોલીસ સમક્ષ ખોટી વ્યક્તિ હાજર થઈ હશે તો પોલીસ દ્વારા જે તે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસથી હકીકતો છુપાવી ખોટી વ્યક્તિને રાજુ કરી પુરવાઓનો નાશ કરવાનો ગુનો નોંધાઈ શકે છે

રાજપથ કલબ પાસે BMW કરે અકસ્માત કર્યા બાદમાં કારમાંથી કેટલાક લોકોએ ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે સ્થળ પર હાજર રહેવાની જગ્યાએ કાર ચાલક યુવક સ્થળ પર આવેલી બે ફોર્ડ એન્ડોવર કારમાંથી એક કારમાં બેસી ફરાર થઈ ગયો હતો.

યુવકને કારમાંથી બહાર કાઢનાર લોકોના કહેવા મુજબ અકસ્માત કરનાર યુવકના હાથ પર ટેટુ હતું અને તે નશામાં હોય તેવું લાગતું હતું. બીજી તરફ એસજી હાઇવે ટ્રાફિક 2 પોલીસ સમક્ષ અલકેશ દેસાઈ નામનો યુવક હાજર થયો હતો. આ યુવકે પોલીસને જણાવ્યું કે, ઝોકું આવતા અકસ્માત થયો હતો. પોલીસે હાલમાં અકસ્માતની સામાન્ય નોંધ કરી તપાસ શરૂ કરી છે

કાર અલકેશ ચલાવતો હતો કે અન્ય કોઈ તે તપાસવા માટે પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત અલકેશનું મોબાઈલ ફોન લોકેશન પોલીસ મેળવે તો પણ સ્પષ્ટ થાય તેમ છે. બનાવના સમયે તે ક્યાં હતો. આમ પોલીસ કેટલીક શંકાઓ દૂર કરવા આ કેસમાં તપાસ કરી રહી છે

(10:25 pm IST)