Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વલસાડ નગરપાલિકાની સભામાં ભંગાર કૌભાંડનો મૂદો ગાજયો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃમાં મળી હતી. આ સભામાં અનેક વિકાસના કામો સાથે મહત્વના એવા ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાવાનો નિર્ણય લેવાયો હતો. આ ભંગાર કૌભાંડની ચર્ચામાં ભાજપમાં ગયેલ અપક્ષ સભ્ય યશેષ માલી, નિતેષ વશી, ઝાકીર પઠાણ અને વિરોધપક્ષના અપક્ષ સભ્ય રાજુ મરચાંએ ભારે ચર્ચા કરી હતી

 .આ સભામાં ડ્રેનેજના અનેક કામો લેવાયા હતા. આ સિવાય પ્રધાનમંત્રી આવાસમાં ખોટી રીતે આવાસ મેળવનાર સામે પગલા ભરવા અપક્ષ સભ્ય ઉર્વશી પટેલની રજૂઆત ધ્યાને લઇ તેમની વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરાયું હતુ.

સામાન્ય સભામાં પાલિકાના શોપિંગ સેન્ટરોના દુકાનદારો કે ઓફિસધારકોનું ભાડું વધારવાનો પણ નિર્ણય કરાયો હતો. જેમાં પેટા ભાડુત માટે બમણું ભાડું અને મૂળ ભાડુૂઆત માટે દોઢ ગણું ભાડું વસૂલવાનું નક્કી કરાયું હતુ.

(11:02 pm IST)