Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સતત 6 વર્ષથી સેવકાર્યો કરતું રાજપીપળાનું મિત ગ્રુપ આજે પણ ઇમરજન્સીમા બ્લડની સેવાઓ આપે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સેવાભાવી ગ્રુપ મિતગ્રુપ દ્વારા લગભગ 6 વર્ષથી સેવા કાર્ય ચાલુ છે જેમાં વર્ષોથી ઇમરજન્સીમાં  બ્લડની સેવા ચાલુ છે.અત્યાર સુધી 3000થી વધુ ઇમરજન્સી માં આ સેવાભાવી ગ્રુપે બ્લડની સેવા આપી છે તથા 4 વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે.જેમાં 2 વાર બ્લડ કેમ્પ તો માત્ર કોરોના કાળમા જ કર્યા છે.લોકડાઉન ના દિવસોમાં 700 થી વધુ ગરીબ તથા ભૂખ્યાઓને ભોજન અપાયું છે.અનાજ તેમજ શાકભાજી વિતરણ પણ કર્યું છે તથા વર્ષો થી ચાલતા પગપાળા સંઘ કે જે ભાદરવા મંદિરે આવતા હોય તે બહારગામના ભક્તોને ચાહ નાસ્તો, બિસ્કિટ તેમજ વિવિધ પ્રકારના નાસ્તાની સેવા અપાય છે તથા કોરોના કાળમાં 5 જેટલા રાજસ્થાનના પરિવારને સ્વખર્ચે બે ટાઈમ જમાડી તેમના વતન મિતગ્રુપ ના ખર્ચે પહોંચાડ્યા હતાં. અને આવી રોજબરોજ ની કેટલીક સેવાઓ હજુ પણ ચાલુજ છે.

(11:33 pm IST)