Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિમણૂંક:ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યમાં જિલ્લા ભાજપ પ્રમુખોની જાહેરાતને લઈને અનેક મનોમંથન બાદ આજે જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું પણ ગુંચવાયેલું હતું. રિપીટ થિયરી કરે કે નવો પ્રમુખ મૂકે આ વચ્ચે 18 જેટલા ભાજપ ના આગેવાનો એ દાવેદારી નોંધાવી હતી પરંતુ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે ભરૂચ નર્મદાના સહકારી આગેવાન ઘનશ્યામ પટેલને પ્રમુખ તરીકેની જવાબદારી પ્રદેશ કક્ષાએથી સોંપવામાં આવી છે.  

     ઘનશ્યામભાઈ પટેલ એક શિક્ષક તરીકે ફરજ બજાવી પહેલા નર્મદા સુગરના કસ્ટોડીયન તરીકે સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી અત્યાર સુધી ક્યારે પાછા ફર્યા નથી નર્મદા સુગરને દોડતી અને ધબકતી કરી 18 જેટલા એવોર્ડ અપાવ્યા હોય હાલ આ હોદ્દો મળતા નર્મદા જિલ્લા સંઘઠનમાં ખુશીની લહેર પ્રસરી હોય આજે સાંજે રાજપીપળા સફેદ ટાવરે ફટાકડા ફોડી અતિશબાજી કરવામાં આવી હતી

(11:52 pm IST)