Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજપીપળા મામલતદાર કચેરીની લિફ્ટ એક વર્ષથી બંધ હાલતમાં છતાં અધિકારીઓના ગલ્લા તલ્લા

સિનિયર સીટીઝન કે વિકલાંગ લાભાર્થીઓને પરાણે દાદર ચઢી ઉપર જવામાં શ્વાસ પણ ચઢી જતો હોવા છતાં કોઈ અધિકારીને આ બાબતે કઈ પડી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર કચેરી કરોડોના ખર્ચે નવી બની હોવા છતાં એક વર્ષ કરતા વધુ સમય થી કચેરીની લિફ્ટ બંધ હાલત માં હોવા છતાં અધિકારીઓ આ બાબતે કોઈ જ ધ્યાન આપતા નથી જેના કારણે આધેડ કે વિકલાંગ લાભાર્થીઓને તકલીફ વેઠી તેમના કામો કરાવવા દાદર ચઢવા પડે છે.જેમાં કેટલાક અરજદારો તો દાદર ઉપર ઘસડાઇને ઉપર જતા હોય આ બાબત ત્યાં બેસતા દરેક અધિકારીઓ નજરે જોતા હોવા છતાં નજરઅંદાજ કરતા હોય છે જ્યારે એક વર્ષ થી નાંદોદ મામલતદારનો એકજ જવાબ સાંભળવા મળે છે કે જાણ કરી છે ટૂંક સમય માં લિફ્ટ ચાલુ થશે.કરોડોના ખર્ચે નવી બનેલી આ કચેરીમાં સરકારી કામ માટે આવતા સિનિયર સિટીજનો કે વિકલાંગ જેવા મજબૂર વ્યક્તિઓ ની તરફેણમાં આ લિફ્ટ સત્વરે ચાલુ કરાવવા ઉપરી અધિકારીઓ ધ્યાન આપે તેવી માંગ છે.

(11:55 pm IST)