Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વડોદરામાં શુક્રવારી બજાર ફરી શરૂ કરવા આમ આદમી પાર્ટીએ પાઠવ્યું આવેદનપત્ર

ઐતિહસિક શુક્રવારી બજાર બંધ થતા હજારો શ્રમજીવીઓ આર્થિક ભીંસમાં સપડાયા

વડોદરા : કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી જ અઠવાડિયામાં એકવાર ભરાતી શુક્રવારી બજારને પણ બંધ કરાવી દેવામાં આવી હતી.ત્યારે આ શુકવારી બજાર ફરીથી શરૂ કરવા આમ આદમી આવેદનપત્ર પાઠવ્યું છે

  આમ  આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રતિમા પટેલ તથા શહેર પ્રભારી ભાવેશ લોખીલની આગેવાની હેઠળ મ્યુનિ. કમિશ્નર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ શુક્રવારી બજાર શરૂ કરવાની અનુમતિ આપવામાં આવે તેવી માંગ કરી

(11:38 am IST)