Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં મકાનમાં આગ ભભૂકી : તમામ ઘરવખરી બળીને ખાખ

ઘરમાં ગેસની બોટલ લીકેજ હોવાથી આગ લાગી

વડોદરા: શહેરના શિયાબાગ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે તે પહેલા જ તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. . ઘરમાં ગેસની બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

  આ અંગે વધુમાં મળતી વિગત મુજબ શિયાપુરા વિસ્તારમાં મીઠીબા હોલની પાછળ આગ લાગી હોવાનો કોલ મળતા અમે પહોંચી ગયા અને આગ બુઝાવી હતી. જો કે, કેટલુ નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. પણ ગેસ કનેક્શનના કારણે બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

(11:39 am IST)