Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોનાના સમયમાં ફલાઇટમાં સ્પેશિયલ ફલાઇટ જેવી ફિલિંગ

ભાડું આપ્યું એક ટિકિટનું અને જાણે પર્સનલ ફલાઇટ હોય એવા અનુભવ સાથે દિલ્હીથી અમદાવાદ આવ્યો

રાજકોટ,તા. ૧૦: કોઇ મહાનુભાવની જેમ એકલા જ સ્પેશિયલ ફ્લાઇટમાં બેસવા મળે તેવી અનેક લોકોની ઇચ્છા હોય છે. અમદાવાદના એક યુવાનને સામાન્ય ટિકિટમાં જ 'સ્પેશિયલ'ફ્લાઇટ જેવો અનુભવ થયો હતો.

કેમકે, આ યુવાન દિલ્હીથી અમદાવાદ આવ્યો ત્યારે આખી ફ્લાઇટમાં તેના સિવાય અન્ય કોઇ જ મુસાફર નહોતો. કોરોનાની મહામારી વચ્ચે ડોમેસ્ટિક સેકટરની ફલાઇટો શરૂ થઇ ગઇ છે પણ હજું દ્યણા સેકટરની ફલાઇટોમાં મુસાફરો નહીંવત જોવા મળી રહ્યા છે.

દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટમાં પણ આવું જ કંઇક બન્યુ હતું. આખી ફલાઇટમાં એક જ મુસાફર સવાર હોવાથી આશ્ચર્ય સર્જાયુ હતુ. આ મુસાફરે આખી ખાલી ફલાઇટના ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાયરલ પણ કર્યા હતા. ઇન્ડિગોની ફલાઇટ દિલ્હીથી અમદાવાદ માટે સવારે ૯ૅં ૪૫ કલાકે ટેકઓફ થઇ હતી.

આ ફલાઇટમાં સવાર મુસાફર વૈશાખે જણાવ્યુ કે' જયારે બોર્ડિંગ કરી ઓનબોર્ડ ફલાઇટમાં સીટ પર બેસવા માટે ગયો ત્યારે હું એક જ મુસાફર તરીકે સવાર હતો આખી ફલાઇટ ખાલી દેખાતા હું પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

૧૮૦ સીટરના એરક્રાફ્ટમાં એક જ સીટના બુકીંગ હોવાથી મે ઓનબોર્ડ ફલાઇટની ક્રૂ મેમ્બરને પુચ્છા કરી હતી કે આખી ફલાઇટ કેમ ઓપરેટ કરવામાં આવી રહી છે. તેના જવાબમાં ક્રૂએ કહ્યું કે આ ફલાઇટ અમદાવાદથી કુવૈત માટે રવાના થવાની છે જેથી આ ફલાઇટ ઓપરેટ કરવી પડી છે નહીંતર ફલાઇટ કેન્સલ કરી દેવામાં આવત.

આ સ્થિતિએ મને બીજી દિલ્હીથી અમદાવાદની ફલાઇટમાં આવવુ પડત. મહત્વનું એ છે કે આમ તો એરલાઇન કંપનીઓ ઓછા મુસાફરો હોય તો આખી ફલાઇટ જ કેન્સલ કરી દે છે પરંતુ આગળના શે્ડયુલ ખોરવાય નહીં તે માટે કેટલીક વખત એરલાઇન કંપની આખી ખાલી ફલાઇટ પણ ઓપરેટ કરવાની નોબત આવે છે.

(2:49 pm IST)