Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટમાં સીપી,એસપી અને એસીપી તરીકે ફરજ બજાવી ગયેલા અમદાવાદના ૩ આઇપીએસ સહિત ૫૧ સંક્રમિત

ચિકનગુનિયાના ચક્રવ્યુહો તોડવામાં સંજય શ્રીવાસ્તવ સફળ, ફરી ફરજ પરઃ એડિશનલ સીપી અને રાજકોટ રૂરલના એસપી પ્રેમવીર સિહ, રાજકોટમા ફરજ બજવનાર હાલના ડીસીપી અશોક મુનિયાને અસરઃ રાજકોટ ના પૂર્વ ડીસીપી હાલના જોઇન્ટ જેસીપી હોમ કવોરોન્ટાઇન હોવા છતાં ઘેર બેઠા સતત કાર્યરતઃ આઇપીએસના પત્નીઓ પણ ભોગ બન્યા : ઉચ્ચ અધિકારીઓના પ્રયાસોને કારણે સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે... આશિષ ભાટિયા, અજયકુમાર તોમરની પરંપરા અમદાવાદ સીપી અને જોઇન્ટ સીપી અજય ચોધરી એ ઉત્સભેર ચાલુ રાખી છે તે બાબતનો પણ ઇનકાર થઈ શકે તેમ નથી

રાજકોટઃ તા.૧૦, અમદાવાદ પોલીસ માત્ર કોરોના એ જ નહિ ચિકન ગુનિયા જેવા રોગચાળએ કાળો કેર વર્તાવ્યો હોય તેમ અમદાવાદનાં પોલીસ કમિશનર ચિકન ગુનિયાનો ભોગ બન્યા છે તો એક જોઇન્ટ પોલીસ કમિશનર એક એડિશનલ પોલીસ કમિશનર ૧ ડીસીપી તથા ૨ એસીપી ૩ પોલીસ ઇન્સ્પેકટર. ૪ પીએસઆઈ અને સ્ટાફ સહિત ૫૧ થી વધુ સપડાયા છે. અત્રે યાદ રહે કે અમદાવાદ પોલીસ સ્ટાફ ૮૬૫ પોલીસ કર્મચરીઓ સંક્રમિત થયા પરંતુ ૮૦૬ સજા થયા અને ૯ જેટલા અવસાન થયાં હતાં.

રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અને હાલના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને શ્વાસમાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા જેવો ફરીથી ફરજ પર હાજર થયા છે.

રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ મયંકસિંહ જાડેજાના પત્નીને કોરોના પોઝીટીવ આવતા તેવો હોમ કોરોન્ટાઇન થયા છે તેવો ઘેર બેઠા વર્ક કરી રહ્યા છે.

રાજકોટ ગ્રામ્યમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવિરસિંહ પણ ઘેર બેઠા કોરાનાની સારવાર લઇ રહ્યા છે. એક સમયે રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા ડીસીપી અશોકકુમાર મુનીયા પણ કોરોના સંક્રમિત થયા છે. ચોક્કસ આઇપીએસ અફસરોના પત્નિઓ સંક્રમિત થયા છે આ બાબત જાણીતી છે.

 એ વાત જાણીતી છે કે આ પહેલા પણ અમદાવાદમાં ડીસીપી થી લઈને એસપી તથા પીઆઈ વિગેરે સંક્રમિત મોટા પ્રમાણમાં થતા આ સમયમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તથા સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઝડપથી રસ દાખવી હોસ્પીટલો અને તંત્ર સાથે સંકલન સાધેલ જે પરંપરા હાલના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી વગેરે દ્વારા અદભૂત વ્યવસ્થા ગોઠવી હતી જેને કારણે સાજા થવાની સંખ્યા ખૂબ વધી છે. એ બાબતનો ઇનકાર થઈ શકે તેમ નથી.

(2:50 pm IST)