Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પક્ષ પલટાનો મુદ્દો ધોવાયોઃ વિજયભાઇની મજબૂતી ઠસોઠસ, ટકે વરસોવરસ

ગુજરાત વિકાસ પથ પર : ભાજપ વિજય પથ પર : પરિણામથી ઇતિહાસ સર્જાયોઃ પાટીલ માટે પણ શુકનિયાળ શરૂઆતઃ પાલિકા-પંચાયતો માટે ભાજપ ઉત્સાહમાં

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનું પરીણામ સામે આવી ગયું છે. આ લખાય છે ત્યારે લીંબડી, ધારી, ગઢડા, કરજણ અને ડાંગમાં ભાજપની જીત નિશ્ચિત થઇ ગઇ છે. મોરબી, અબડાસા અને કપરાડામાં ભાજપની વિજય કૂચ ચાલુ છે. આજના જનાદેશથી સ્પષ્ટ થઇ ગયુ છે કે કોંગ્રેસે ચલાવેલો પક્ષ પલ્ટાનો મુદ્ે ચાલ્યો નથી. મતદારોએ ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારી છે. પેટાચૂંટણીના પરિણામમાં સરકારની કામગીરી પર પ્રચાર થયેલ આજના પરિણામથી મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીની મજબુતાઇ વધ્યાનું સમીક્ષકોનું સ્પષ્ટ તારણ છે. સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત આવેલી આ ચૂંટણીએ તેમને પણ જશના ભાગીદાર બનાવ્યા છે.

૮ મતક્ષેત્રોમાં ભાજપે વિકાસના નામે મત માંગેલ કોંગ્રેસે મુખ્યત્વે ધારાસભ્યોના રાજીનામાને મુદ્ે બનાવી સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. ભાજપે રાજયસભાની ચૂંટણી વખતે ઓપરેશન કરી કોંગીના ૮ ધારાસભ્યોના રાજીનામા અપાવેલ. તે પૈકી પાંચને પોતાના ઉમેદવાર બનાવ્યા હતાં. પ્રજાએ પક્ષપલ્ટો વિસ્તારના વિકાસ માટે કર્યાની ઉમેદવારોની વાત સ્વીકારી છે.

ભાજપના કાર્યકરોની જહેમત અને બુથ સુધીના વ્યવસ્થાપન સામે કોંગ્રેસ વધુ એક વખત નબળી પુરવાર થઇ છે. પરિણામો ભાજપની કેન્દ્ર અને રાજય સરકારની કામગીરીને બહાલીરૂપ ગણાય છે.

રૂપાણી અને પાટીલના નેતૃત્વમાં ભાજપે જીત મેળવી ઇતિહાસ સર્જયો છે.

(3:30 pm IST)