Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વિકાસના કામોને લોકોએ પસંદ કર્યા : વિજયભાઇ રૂપાણી - સી.આર.પાટીલ

વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા

રાજકોટ તા. ૧૦ : ગુજરાતમાં ૮ બેઠકો પર પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. સીઆર પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીત બદલ કાર્યકરો તેમજ પ્રજાનો આભાર માન્યો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જીતનો વિશ્વાસ વ્યકત કરતા આ ભાજપના કાર્યકરોની જીત ગણાવી હતી. સીઆર પાટિલે કહ્યુ કે, મોદી સરકારના કામોને લોકોએ પસંદ કર્યા છે. રૂપાણી સરકારે કરેલા વિકાસના કામો લોકોને પસંદ આવ્યા છે. સીઆર પાટિલે કહ્યુ કે, મતદારોએ ભાજપમાં વિશ્વાસ મુકયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કરતા કહ્યુ કે, 'સમગ્ર દેશમાં મત ગણના નિર્ણાયક તબક્કામાં પહોચી છે. સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. બિહાર, ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં આઠે આઠ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી જીતની દિશામાં આગળ વધી રહી છે, આ ત્યાના મતદારોનો વિજય છે, ગુજરાતની જનતાનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે તેમણે પણ ધન્યવાદ આપુ છું. આ વિજયના યશમાં તેમણો પણ પુરતો હિસ્સો છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર, તેમણે કરેલા કામો, મજબૂત નેતૃત્વ ભાજપ પાસે પ્રાપ્ત થયુ છે તેમાં લોકોએ ભરોસો રાખ્યો છે. ગુજરાતમાં ભાજપે કામ કર્યા છે તેનો લોકોએ પ્રતિસાદ આપ્યો છે.'

વિજય રૂપાણીએ કહ્યુ કે, 'આ ચૂંટણીમાં રાજયના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ધર્મના મતદાન કર્યુ છે. આઠ જે મતદાન થયા ત્યા આગળ મુસ્લિમ પ્રભાવિત એરિયા હતો. આદિવાસી વિસ્તાર પ્રભાવિત એરિયા હતો. પાટીદાર પ્રભાવિત એરિયા હતો. દરેક સમાજના તમામ પ્રભાવિત એરિયા હતા અને તમામમાં જીત નહી ભવ્ય લીડ મેળવી છે.

ડાંગના ઇતિહાસમાં આટલી લીડ મળી નથી. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ કરતા અનેક મત મળ્યા છે. અમુક જગ્યાએ કોંગ્રેસ એટલી પાછળ છે કે અપક્ષ આગળ નીકળી જાય છે. અબડાસામાં આવી સ્થિતિ બની છે. પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઇ ગઇ છે. આ ચૂંટણી એક ટ્રેલર છે, ૨૨ની ચૂંટણીનું ટ્રેલર છે આ ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ દેખાય છે. નિર્ણાયક હતી અને તેમાં ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ મુકયો છે. આવનાર દિવસમાં ભાજપ લોકોની અપેક્ષા પુરી કરવામાં કટીબદ્ઘ બનશે.'

(4:14 pm IST)