Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં ભોગસ પેઢીના નામે ખોટા બીલો બનાવી 73.89 કરોડની ચોરી પકડાઈ

વડોદરા: શહેરમાં મકરપુરા જીઆઈડીસીમાં આવેલા એમકે ટ્રેડર્સના કર્તાહર્તા મુક્મિ નૂરમહંમદ પઠાણ (ઉર્ફે  ભોલા ભાઈ)ની ૪૩૨.૫૧ કરોડના માલનો બોગસ પેઢીઓના નામે ખોટા બિલો અને ઈ-બિલો બનાવી નિકાલ કરી રૃા.૭૩.૮૯ કરોડની જીએસટી ચોરી બદલ તા.૭ના રોજ ધરપકડ કરાઈ છે.

મુકિમના કોવિડ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ બાદ આજરોજ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતા તેમને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ આ પ્રકરણમાં વધુ તપાસ આગળ જારી રાખી છે.

જીએસટીએન અને ઈ વે બિલ પોર્ટલ પર ડેટા એનાલિસિસના આધારે  સેન્ટ્રલ જીએસટી, વડોદરા-૧ કમિશનરેટના અધિકારીઓએ સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ વગેરે સ્થળે  બોગસ અને ડમી પેઢીઓને જીએસટીના પર ગેરકાયદે અને છૂપી રીતે માલના નિકાલના ઓથા હેઠળ બિલો  અને ઈ-વે બિલો આપતી સિન્ડિકેટ ને શોધી કાઢી છે.

(5:12 pm IST)