Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સુરતમાં લોકડાઉનના કારણોસર વ્યવસાય ન ચાલતા કાપડના વેપારીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:લોક ડાઉન બાદ ઘંધો બરાબર નહીં ચાલતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા પાર્લેપોઈન્ટના ખાતે રહેતા કાપડ વેપારીએ સરસાણા ખાતે બીજા ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાર્લે પોઇન્ટ ખાતે સરગમ શોપિંગ સેન્ટર નજીક ઇચ્છાનાથ ખાતે રાધે નગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય કિરણભાઈ ધર્મેન્દ્રભાઈ ઢીંગરા સોમવારે બપોરે માતા સાથે વાતચીત કર્યા બાદ સરસાણા ગ્રામ પાસે આગમ રેસીડેન્સીમા તેમના બીજા ઘરમાં ગયા હતા. મોડી સાંજે તેમના પિતા ઘરે આવ્યા ત્યારે કરણભાઈ ઘરે ન હતા જેથી તેમના પિતા સહિતના પરિવારજનોએ કરણ ભાઈને ઘણી વાર ફોન કરવા છતાં રિસીવ કર્યો ન હતો. જેથી તેના પિતા સહિતના પરિવારજનો ચાવી લઈને તેમના સરસાણા ખાતે બીજા ઘરે ગયા હતા. ત્યારે ચાવીથી ખોલીને જોયું તો કરણભાઈ ત્યાં હુક સાથે કપડું બાંધી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમના પિતા અને અન્ય વ્યક્તિઓની મદદ લઈને તેમણે નીચે ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

(5:13 pm IST)