Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં એટીએમમાં યુવાનને મદદ કરવાના ભેજાબાજે 25લાખ તફડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાત બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ઉપાડવા જનાર યુવાનને મદદ કરવાના બહાને ત્રણ ભેજાબાજોએ એટીએમ કાર્ડ બદલી લઇ 25,000 ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.

પાંડેસરા સંગમ ચોકડી નજીક સાંઇ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર નજીક હરિઓમ ફાસ્ટ ફુડ એન્ડ ચાઇનીઝ નામે દુકાન ધરાવતો ગુલાબરામ મોડારામજી ચૌધરી (ઉ.વ. 33) એકાદ મહિના અગાઉ પાંડેસરા જીઆઇડીસી ખાતે બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. એટીએમની બહાર ઉભેલા યુવાને એટીએમ બીગડા હુવા હૈ, મેરે દો ભાઇ અંદર ખડે હૈ જો આપકો મદદ કરેંગે એમ કહ્યું હતું. ત્યાર બાદ ગુલાબરાવ એટીએમમાં જઇ રોકડ ઉપાડવાની પ્રોસેસ કરી હતી. પરંતુ રોકડ નહીં ઉપડતા અંદર ઉભેલા બે ભેજાબાજોએ લાઇએ મેં આપકો મદદ કરતા હું એમ કહી ગુલાબરામના હાથમાંથી કાર્ડ લઇ મશીનમાં નાંખ્યો હતો અને પીન નંબર નાંખવા કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ પૈસા નીકળ્યા ન હતા અને ભેજાબાજોએ ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલી લીધો હતો અને પીન નંબર પણ જાણી લીધો હતો. રોકડ નહીં ઉપડતા ગુલાબરામ ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

(5:15 pm IST)