Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સુરતના રિંગરોડ નજીક કાપડની દુકાન ધરાવતા વેપારીને નિશાન બનાવી સહમુસાફરના સ્વાંગમાં બે ગઠિયા 55 હજાર તફડાવી છૂમંતર....

સુરત: શહેરના રીંગરોડ સ્થિત રાધે ક્રિષ્ણા ટેક્સટાઇલ માર્કેટમાં શીખા સિલ્કમ મીલ નામે કાપડની દુકાન ધરાવતા અશોકકુમાર ગિરધારીલાલ ભોતિકા (ઉ.વ. 53 રહે. શેરટોન લક્ઝરી, શ્યામ મંદિરની પાછળ, વેસુ વીઆઇપી રોડ) સવારે 10.30 વાગ્યે માર્કેટ જવા નીકળ્યા હતા.

 વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્યામ મંદિર પાસેથી ભટાર ચાર રસ્તા સુધી જવા ઓટો રીક્ષામાં બેઠા હતા. દરમ્યાનમાં ઓટો રીક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં અગાઉથી જ બે ગઠિયા બેઠા હતા જયારે તેમનો વધુ એક સાથીદાર રસ્તામાં રીક્ષા અટકાવીને બેઠો હતો અને ચાલુ રીક્ષામાં ગઠિયાઓએ ચાલાકી પૂર્વક વેપારીના પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂા. 55,000 તફડાવી લીધા હતા અને ભટાર શ્રીરામ માર્બલ પાસે ચાલકે રીક્ષા ઉભી રાખી વેપારીને તમે અહીં ઉતરી જાવ મારે ભાડુ નથી જોઇતું એમ કહી રીક્ષા પુર ઝડપે હંકારીને ચાલ્યા ગયા હતા. 

(5:16 pm IST)