Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગાંધીનગર:દિવાળી પર્વ દરમ્યાન જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગરમાં ફટાકડા ફોડવાનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો

ગાંધીનગર: દિવાળીના તહેવારોને લઈ આ વખતે ફટાકડા મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રિમ કોર્ટના આદેશોનું કડકપણે પાલન કરાવવામાં આવનાર છે. કોરોના કાળમાં આવી રહેલું આ પર્વ ફટાકડાના ધુમાડાથી ફેફસાંના દર્દીઓ સહિત વૃધ્ધોને અસર કરી શકે છે ત્યારે રાજય સરકારે આ મામલે જરૂરી સૂચનાઓ આપી દીધી છે ત્યારે આ દિવાળી પર્વ દરમ્યાન ફટાકડા ફોડવા સંદર્ભે ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્ય દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે જેમાં દિવાળીના તહેવારોમાં રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટ સમક્ષની રીટ પિટીશન થયેલ આદેશ અન્વયે દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો દરમિયાન જાહેર જનતાને ભયજનક, હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. ગાંધીનગર જિલ્લામાં પણ કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો આપ્યા છે. દિવાળીમાં ગુબ્બારા, ટુક્કલ, લેન્ચર, રોકેટ જેવી બનાવટની વસ્તુઓને દિવાળીના તહેવાર દરમિયાન ઉપયોગ ન થાય તે સારુ પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરવી કે રાખવા કે વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. તો ઈ કોમર્સ વેબસાઈટ સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડા વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે કે વેચાણ કરી શકશે નહીં.

(5:16 pm IST)