Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગાંધીનગરમાં સે-3માં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરતા આંઠ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેરના સે-૩માં રહેતો યુવાન વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘર છોડીને આપઘાત કરવા માટે પહોંચ્યો હતો. જો કે જુનાગઢથી તે પરત ફર્યો છે અને આ મામલે તેણે વ્યાજે રૂપિયા વસુલનાર શખ્સો સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્રની ફરિયાદ આપતાં સે-૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વ્યાજે રૂપિયા આપનાર આ વ્યક્તિઓએ તેની દુકાનો લખાવી લીધી હતી અને ખોટી સહીઓ પણ કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.  

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-૩/સી પ્લોટ નં.૧૪૫૬/રમાં રહેતા પાર્થ શશીકાંતભાઈ ચુડાસમાએ ફરીયાદ નોંધાવી છે કે તેઓ સરકારી તથા પ્રાઈવેટ કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. વર્ષ ર૦૧૭માં લેબરોના પગાર માટે રૂપિયાની જરૂર પડતાં સે-રપમાં રહેતાં રાજુભાઈ દેસાઈ પાસેથી મહીને બે ટકાના વ્યાજે અઢી લાખ રૂપિયા લીધા હતા. જુલાઈમાં ર.૭૦ લાખ લઈને જતાં રાજુ દેસાઈએ સાડા સાત લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો બેંકમાં ચેક નાંખી દેવાની ધમકી આપી કુડાસણ ખાતેથી દુકાનોનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. રૂપિયા આપીને દસ્તાવેજ લઈ જવા કહયું હતું. એટલું જ નહીં દોઢ વર્ષ પછી પાંચ લાખની સગવડ થતાં બાકીના રૂપિયા માટે વાત કરતાં વાવોલમાં રહેતાં પ્રભાત બળવંતસિંહ ઠાકોર અને કોલવડાના સુરેશ શકરાભાઈ દરજીએ સે-રપમાં રહેતાં નવઘણ ભરવાડ પાસેથી બે લાખ દસ ટકા લેખે લીધા હતા. ત્યારબાદ પાર્થ સાત લાખ લઈને રાજુ દેસાઈ પાસે જતાં તેણે બાર લાખ રૂપિયા માંગ્યા હતા. 

(5:17 pm IST)