Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વસો તાલુકાના રામોલ ગામે યુવતીને પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કરનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વસો: તાલુકાના રામોલ ગામમાં રહેતાં યુવકે માતર તાલુકાના ત્રાજ ગામની યુવતિને વિદેશમાં લઈ જવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ઘરેથી ભગાડી જઈને લગ્નનું ખોટુ સર્ટીફીકેટ બનાવીને છેતરપીંડી કરતા આ અંગે માતર પોલીસે ગુનો દાખ કરીને તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વસો તાલુકાના રામોલમાં રહેતો હર્ષ ભુપેન્દ્રભાઈ પટેલ થોડા મહિનાઓ અગાઉ માતર તાલુકાના ત્રાજ ગામમાં રહેતી ૨૧ વર્ષીય યુવતિ સાથે પરિચયમાં આવ્યો હતો. દરમિયાન હર્ષ પટેલે સારી સારી વાતો કરી યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી. તદુઉપરાંત તેણીને વિદેશમાં લઈ જવાના સપના પણ બતાવ્યાં હતાં.

(5:18 pm IST)