Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

માતર તાલુકામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા

માતર: ગામની સીમમાં આવેલ તળાવ નજીક કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે આજરોજ વહેલી સવારના પોણા સાત વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. અને સ્થળ પર ચાર્જીગ બલ્બના લાઈટના અજવાળે પત્તાપાનાનો જુગાર રમતાં ૧૩ ઈસમોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં અશરફઅલી ઉર્ફે કાળીયો અજગરઅલી શેખ (રહે.નારોલ, અમદાવાદ), કાશીફખાન રસીદખાન પઠાણ (રહે.વટવા, અમદાવાદ), સમીરભાઈ હસનભાઈ રાજ (રહે.વટવા, અમદાવાદ), સમીરઅહેમદ મહેમુદભાઈ દિવાન (રહે.મક્તમપુરા, અમદાવાદ), રઈશ મક્સુદઅહેમદ અન્સારી (રહે.નારોલ, અમદાવાદ), મહંમદરફીક રહીમભાઈ શેખ (રહે.કેલીકો નગરની પાછળ, અમદાવાદ), વસીમ યુસુફભાઈ મેમણ (દાણીલીમડા, અમદાવાદ), ઐયુબખાન રસુલખાન પઠાણ (રહે.ચોરા પાસે, નાનીભાગોળ, માતર), મહંમદયુનુસ ઉસ્માનભાઈ મલેક (રહે.સરખેજ, અમદાવાદ), તોફીકહુસેન ઈસ્માઈલભાઈ પઢીયાર (રહે.સરખેજ, અમદાવાદ), મહંમદસુફીયાન મહેબુબઝમા અંસારી (રહે.શાહવાડી, અમદાવાદ), જાવેદખાન નાસીરખાન બલોચ (રહે.વટવા, અમદાવાદ) અને મહંમદસદાબખાન ગુલબહાદુરખાન પઠાણ (રહે.જુહાપુરા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓની અંગજડતીમાંથી રૂ.૧૬,૬૦૦, દાવ પરથી રૂ.૪૬૦૦, છ મોબાઈલ, ચાર્જીગ બલ્બ , તેમજ ઈકો ગાડી કુલ રૂ.૪,૫૦,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:18 pm IST)