Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દિવાળીના તહેવારોમાં ગાંધીનગરમાં રાત્રીના 8થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશેઃ હોસ્‍પિટલ, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્‍થાઓ પાસે ફટાકડા નહીં ફોડી શકાય

ગાંધીનગર: ગુજરાતમાં ફટાકડા જાહેરમાં ફોડવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથ જ ફટાકડા ગેરકાયદેસર આયાત કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ફટાકડા ફોડવાને લઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ફટાકડાની લૂમ ફોડી શકાશે નહિ. આ ઉપરાંત શહેરમાં Peso દ્વારા અધિકૃત ફટાકડાનું જ વેચાણ થઈ શકશે.

કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ખાસ સૂચના અપાઈ કે, ગાંધીનગરમાં હોસ્પિટલ, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરમાં ફટાકડા નહિ ફોડી શકાશે નહિ. તેમજ ગાંધીનગરાં પણ આયાતી ફટાકડા ફોડવા વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. તો ફટાકડાનું ઓનલાઇન પણ વેચાણ નહિ થઈ શકે. દિવાળીમાં ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહિ કરી શકાય.

ફટાકડાના આયાત પર પ્રતિબંધ

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નિયત મર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ લોકોએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. હવે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. તેમજ ગેરકાયદેસર આયાત કરાતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ગૃહ વિભાગનું જાહેરનામુ

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યમાં ફટાકડા નિયત સમય મર્યાદામાં જ ફોડી શકાશે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. ગેરકાયદે આયાત કરતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

(5:24 pm IST)