Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દિવાળી પૂર્વજ રાજપીપળા સ્ટેટ બેંકની મુખ્ય શાખાના ATM મશીનો બંધ હાલતમાં હોવાથી ગ્રાહકોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શહેરમાં દરેક જાહેર રજાઓ હોય કે મોટા તહેવારો સમયેજ ઘણી બેન્કોના એટીએમ બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ છે.સરકાર બધું ઑનલાઇન કરવાની વિદેશ નીતિ પાછળ ઘેલી બની છે તેવા સમયે નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લામાં કે જ્યાં ઘણા તાલુકાઓમાં કનેક્ટિવિટી પણ મળતી નથી અને જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં પણ મોટાભાગની બેન્કો કે સરકારી કચેરીઓમાં ઑનલાઇન સિસ્ટમ વારંવાર બંધ હોય તો અરજદારો અને ગ્રાહકોને તકલીફમાં મુકાવવું પડે છે.
  થોડા દિવસ પહેલાં જ રાજપીળા ખાતે એસબીઆઇના એક ઉચ્ચ અધિકારી એ વિઝીટ કરી પત્રકારો સાથે બેઠક કરી એ સમયેજ એટીએમ અને ગ્રાહકોને પડતી અન્ય તકલીફો બાબતે પત્રકારો એ રજૂઆત કરી હતી ત્યારે આ અધિકારીએ સ્થાનિક અધિકારી ને કડક સૂચના આપી હોવા છતાં હાલ દિવાળી જેવા મોટા તહેવાર પૂર્વજ રાજપીપળા સ્ટેટ બેંકની મુખ્ય શાખાના એટીએમ અને એન્ટ્રીના મશીનો બંધ હાલતમાં હોવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.

(11:36 pm IST)