Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

તિલકવાડામાં વિધવાને હેરાન કરતા કાકા સસરા સામે કાર્યવાહી કરાવતી 181 હેલ્પલાઇન ટીમ,રાજપીપળા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ગામની બે સંતાનોની માતા ને તેના કાકા સસરા અવાર નવાર મારઝૂડ કરતા હોઈ મદદ માટે અભયમ 181મહિલા હેલ્પલાઇનને જણાવતા અભયમ રેસ્ક્યુ વાન,નર્મદા સ્થળ પર પહોંચી મહિલા સાથે વાત ચીત કરતા અને ગુનાની ગંભીરતા જોઈ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પતિ ના મૃત્યુ બાદ તેમના ભાગમાં આવેલ જમીન માં તેમના કાકા સસરા પેસવા દેતા ન હતા અને અવાર નવાર ઝગડો કરી વિધવા ને યેન કેન પ્રકારે હેરાન કરી મિલ્કત પચાવી પાડવા પ્રયત્ન કરતા હોય આજરોજ વિધવા મહિલા તેમના દીકરાને કપડા લઈ આપવા નસવાડી ગઈ હતી જ્યાં બજાર માં તેમના કાકા સસરા આવી અપશબ્દો બોલી જણાવેલ કે હવે તું ગામ માં આવીશ તો જીવતી નહીં રહે જેથી ગભરાયેલ મહિલા એ અભયમ ને કોલ કરી પોતાને મદદ કરવા વિનંતી કરતા અભયમ રેસ્ક્યુ ટીમ રાજપીપલા તાત્કાલિક પહોંચી મહિલા ને તેના ઘરે પહોંચાડી હતી અને કાકા સસરા ને વિધવાને હેરાન ના કરવા જણાવ્યું હતું.આ ગંભીર બાબત હોઈ અભયમ કાઉનેસલરે તિલકવાડા પોલીસ સ્ટેશન માં આ બાબતે ફરિયાદ આપતા આગળ ની વધુ કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે

(11:49 pm IST)