Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

તિલકવાડા તરફ વકીલની ખોટી ઓળખ આપી છેતપીંડી કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા નર્મદા બાર એસો. ની રજૂઆત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામના મુકેશ શનાભાઇ તડવી વિરુદ્ધ નર્મદા જિલ્લા બાર એસોસિયશને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે નર્મદા જીલ્લા બાર એસો. રાજપીપલા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સાથે જોડાયેલી સંસ્થા છે અને જેમાં વડીલોએ.આઇ.બી પાસ કર્યા પછી વકીલ સભ્યો બાર એસોસીયેશનના રૂલ્સ તેમજ નર્મદા જીલ્લા બાર એસો.ના બંધારણ મુજબની લાયકાત ધરાવતા વકીલો આ એસો. ના સભ્ય તરીકે સામેલ કરી શકાય છે. હાલમાં નર્મદા જીલ્લા બાર એસો.ના ૧૧૭ સભ્યો નોંધાયેલા છે.ગરૂડેશ્વર અને તિલકવાડા બંને સ્થળે નવી તાલુકા કોર્ટે ખુલી હોય ત્યાં બારની સ્થાપના થઇ નથી

  .ગત તા.૧૭ / ૦૯ / ૨૦૨૦ ના રોજ અમારા જ બારના સભ્ય શ્રેયશકુમાર ડી.પરમાર ની ફરીયાદમાં તેમણે મુકેશભાઇ શનાભાઈ તડવી, રહે. સાવલી.તા.તિલકવાડા જી.નર્મદા,વકીલ તરીકે આજુ બાજુના વિસ્તારોમાં પોતાની જાહેરાત કરે છે અને પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય કચેરીઓમાં પણ પોતાની ઓળખ વકીલ તરીકેની પ્રસ્થાપીત કરી કામોની હેરાફેરી કરાવતા તેમજ કોર્ટમાં પણ વકીલ તરીકે ની જુબાની આપેલ છે જે બાબતે યોગ્ય તપાસ કરી કર્યાવાહી કરવા બાબતની ફરીયાદ કરી હતી જેમાં તેઓ આરોપી વકીલ છે કે કેમ તે બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતની અરજી કરતા નર્મદા જીલ્લા બાર એસોસીએશન પુર્તતા નોટીસ તા .૦૭ / ૧૦ / ૨૦૨૦ ના રોજ આપવામાં આવેલી,સભ્ય શ્રેયસભાઇએ તે મની અરજી સાથે આ કામના આરોપીના બાઇક જેનો નં.જી.જે ૬ એચએફ ૦૯૪૪ જેના ઉપર એડવોકેટના સ્ટીકરનો ઉપયોગ કરેલો છે.જે સ્પષ્ટ દેખાય છે

 આરોપીની ફેસબુક એકાઉન્ટમાં જેની પ્રોફાઈલ ઉપર તડવી મુકેશભાઇ નીચે એડવોકેટ તરીકેની ઓળખ આપેલ છે.મુકેશભાઇ શનાભાઇ તડવી ( ભીલ ) નાઓ સરેઆમ પોતાની જાતને વકીલ તરીકે જાહેર કરી વકીલાતના વ્યવસાયના સિંધ્ધાંતોનો ભંગ કરેલ છે.આવા વ્યક્તિ વકીલોની ગરીમાનું માન ન જાળવી ને સમાજમાં વકીલ સમાજનું માન નીચુ કરી રહયા છે . આવી વકીલ તરીકેની ઓળખ ઉભી કરીને કોર્ટ તેમજ જાહેર જનતા સાથે છેતરપીડી કરી હોવાનું સ્પષ્ટરૂપે જણાઇ આવે છે જેથી તેની સામે વકીલ સમાજ તેમજ સમાજના હિત માટે યોગ્ય કડક કાર્યવાહી કરો માટે અન્ય ઇસમો કે જેઓ ખોટીરીતે પોતાની જાતને વકીલ તરીકે ઓળખાવતા હોય અને સમાજમાં વકીલ તરીકેની ઓળખ આપી ખોટા કામ કરતા હોય તેની સામે સખત કાર્યવાહીથી સજાગ થાય અને ખોટું કાર્ય કરતા બંધ થાય માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

(11:50 pm IST)