Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોઝદા ગામ પાસે જંગલ ખાતાની ગાડીને તવેરાએ ટક્કર મારી નુકશાન કરી ટવેરા લઈ ફરાર

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા ફોરેસ્ટ કોલોનીમાં રહેતા મદદનીશ વન સંરક્ષક ઈંદ્રિસ યાકુબ ભાઈ ટોપિયાની ફરિયાદ મુજબ દેડિયાપાડા તાલુકાના મોઝદા ગામ નજીક ટાવેરા ગાડી નં.GJ-16- BK-0518 ના ચાલકે પોતાના કબજાની તાવેરા ગાડી પુરઝડપે હંકારી લાવી ફોરેસ્ટ ખાતાની સરકારી સ્કોપીયો ગાડી નં.GJ-22- GA- 0162ને ટક્કર મારી સરકારી ગાડીને નુકશાન કરી ટવેરા ગાડી લઇ નાશી જઇ ગુનો કરતા પોલીસે ટવેરા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:52 pm IST)