Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દેત્રોજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટોસણ રોડ ના ડાંગરવા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  અમદાવાદ જિલ્લાના તમામ જિલ્લા સદસ્યની બેઠક દીઠ મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલુ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના દેત્રોજ  તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટોસણ રોડ ના ડાંગરવા ખાતે મંગળવાર પ્રાથમિક શાળા ડાંગરવામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટોસણ ના મેડીકલ ઓફિસર ડૉ. દિપકભાઇ પી પટેલ દ્વારા ઓપીડીમાં વિવિધ રોગોના તમામ દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. જરૂરીયાત પ્રમાણે દર્દીઓની લેબોરેટરી તપાસ જેમાં હીમોગ્લોબીન,એચબી A1c, બલ્ડ સુગર ,ટીબી, મેલેરીયા,એચઆઇવી તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોને કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે સમજ આપીને જનજાગૃતિ કરવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં અમદાવાદ જીલ્લાપંચાયતના સુંવાળા સિટના સદસ્ય મનુજી રાજાજી ઠાકોર, સરપંચ કાનાજી ભલાજી ઠાકોર આરોગ્ય વિભાગના અધિકારી ડો શરદ પાલીવાલ મેડિકલ ઓફીસર ડૉ દિપક પટેલ , કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.શરદ પાલીવાલ તેમજ ડૉ દિપક પટેલ દ્રારા શપથ લેવામાં આવ્યા હતા. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઇએ કે કોરોના વાયરસથી બચવા માટે  છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકીશુ તથા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.તેમજ ૨૧૩ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લિધો હતો.

(12:07 am IST)