Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજપીપળા ખાતે 2 દર્દીઓને મિત ગ્રુપના સદસ્યોએ બ્લડ આપી જીવતદાન આપ્યું

મિતગ્રુપ દ્વારા ઈમરજન્સીમાં વર્ષોથી અવિરત બ્લડ ડોનેશનની અવિરત સેવા

(ભરત શાહ દ્વારા) રાજપીપલા સેવાભાવી મિતગ્રુપ દ્વારા ઈમરજન્સીમાં વર્ષોથી અવિરત બ્લડ ડોનેશનની સેવા ચાલુ છે જેમાં આજે પણ રાત્રીના સમયે ગરુડેશ્વર ગામના રજનીકાંત સોમાભાઈ તડવીને સિકલસેલનો પ્રોબ્લેમ હોવાથી રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બ્લડની જરૂર પડતા  મિતગ્રુપ ને સંપર્ક કરતા મિતગ્રુપના.સદસ્ય રવિ તડવીએ તેમના જીવનનું પ્રથમ રક્તદાન કરી તાત્કાલિક બ્લડની સેવા આપી રજનીકાંતભાઈની જિંદગી બચાવવા મદદ કરી હતી.તથા ચીખલી બોરીદ્રા ગામના રેખાબેન બેન જેન્તીભાઈ તડવીને પણ બ્લડની જરૂર પડતા મિતગ્રુપ સદસ્ય કૃણાલભાઈ વસાવાએ તાત્કાલિક બ્લડની સેવા આપી રેખાબેનની જિંદગી બચાવવા મદદ કરી છે.

(10:29 pm IST)