Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેડિયાપાડા ખાતે ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલમાં સિકલસેલની સારવાર દર શરૂ કરાઈ

દર માસના બીજા શનિવારે સિકલસેલને લગતી તમામ બીમારીઓથી પીડિત દર્દીઓની સારવાર કરાશે

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર , ટીંબાપાડા અને ગોરજ અનુબેન ઠક્કર પ્રેરિત મુનીસેવા આશ્રમના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષ ૨૦૨૧થી દર માસના બીજા શનિવારે સિકલસેલને લગતી તમામ બીમારીઓથી પીડિત દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે.જેમાં ટીબાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે સવારે ૧૦:૦૦ થી બોપોરે ૨:૦૦ વાગે સુધી રહેશે એમ ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડો.વિનોદ કુમાર  કૌશિકે જણાવ્યું હતું

 .આ પ્રસંગે ઇનરેકા સંસ્થાના વડા ડૉ. વિનોદકુમાર કૌશિક, મુનિ સેવા આશ્રમ,ગોરાજના હિમેટોલોજીસ્ટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એવા ડૉ. શૈલેષ લવાના,સેવાકાર્ય સાથે સંકળાયેલા રામકિશોર ભાઈ પટેલ,નર્મદા હૉસ્પિટલ્સ એન્ડ રિસર્ચ સેન્ટરના કાર્યરત ડૉ. મોનિક વસાવા ઉપસ્થિત રહયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા સાગબારા તાલુકામાં અને નર્મદા, ભરૂચ જિલ્લાનાં ડુંગર વિસ્તારમાં આદિવાસી ઓમાં સિકલસેલ નું પ્રમાણ વધુ જોવા મળે છે.ત્યારે ગરીબ આદિવાસીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે

(10:35 pm IST)