Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કેવડીયા ખાતે ઇકો સેન્સેટિવ ઝોન કાયદાને રદ કરવાની માંગ સાથે આંદોલન કરતા આદિવાસીઓને પોલીસે ડિટેન કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં જાન્યુઆરી માસથી આદિવાસીના હક માટે આંદોલન કરી રહેલા આદિવાસીઓને નર્મદા પોલીસે ડિટેઇન કર્યા હતા.
  નર્મદા જિલ્લાના કેવડિયા તરફ આદિવાસી વિસ્તારના ગામડાઓને ઝૂંટવી લેવાના ઈરાદાઓ સાથે ઇકો સેન્સેટિવ ઝોન તેમજ SOU પ્રવાસન સત્તા મંડળની રચના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેને દૂર કરવા કેવડિયામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણાની શરૂઆત કરવામાં આવી હોય નર્મદા જિલ્લા પોલીસને જાણ થતાં આ તમામની અટકાયત કરી તેમને ડિટેન કરાયા હતા.જેમાં નર્મદા આમુ સંગઠનના નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશ એસ.વસાવા તેમજ અન્ય બિટીપીના કાર્યકરો, તેમજ આંદોલન સાથે જોડાયેલા ૫૦ થી ૬૦ આદિવાસી આગેવાનોને રાત્રીના સમય ગાળામાં નર્મદા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. જેના કારણે હાલ આદિવાસી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(10:39 pm IST)