Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોરોનાના નવા કેસ ઘટતાં સરકારે કુલ કેસ પછી ટેસ્ટનો આંક આપવાનો પણ બંધ કર્યો

કુલ પોઝિટિવ કેસનો આંક જાહેર કરવાનો બંધ કરાયા બાદ હવે ટેસ્ટનો આંકની વિગતો પણ યાદીમાંથી કાઢી નાખી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને શોધવા માટે થતાં ટેસ્ટના આંક ઓચિંતા બંધ કરી દેવાયા છે. ભારત સરકારથી માંડીને તમામ રાજ્યો દ્વારા રોજે રોજ થતાં ટેસ્ટના આંક અને એની સામે મળતાં પોઝિટિવ કેસના આંક જાહેર કરાય છે,

 ગુજરાતે ગયા સપ્તાહે કુલ પોઝિટિવ કેસનો આંક જાહેર કરવાનો બંધ કરી દીધા પછી હવે એકાએક ચોવીસ કલાકમાં કરાતા ટેસ્ટનો આંક જાહેર કરવાનો બંધ કરી કુલ આંકની વિગતો જ યાદમાંથી ડિલિટ કરી દીધી છે

(9:17 am IST)