Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગુજરાતમાં અદાલતોની ૧૧થી ૬ ફુલ કાર્યવાહી શરૂ કરવા ચીફ જસ્ટીશને પત્ર

સમગ્ર દેશમાં કોરોના દરમ્યાન કાર્યવાહી ચાલુ છે ત્યારે કોર્ટો કેમ બંધ ? દરેક સરકારી કચેરીઓ ખુલ્લી ગયેલ છે : બજારોમાં લોકોની ભીડ જામે છે : વકીલોને વકીલાત છોડવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે : દિલીપભાઇ પટેલ

રાજકોટ, તા.૧૧ : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને એક પત્ર લખી અને વકીલોની ચિંતાજનક સ્થિતિ હોય, જુનીયર વકીલો, મહીલા વકીલો, વૃદ્ધ વકીલો મોભાદાર વકીલાતનો વ્યવસાય કોર્ટોમાં શારીરીક સુનવણી બંંધ  હોવાથીવ્યવસાય  છોડી રહેલ હોય, તાત્કાલીક અદાલતોમાં શારીરીક સુનાવણી કરવા રજુઆત કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, આખા દેશમાં મામલતદાર કચેરી, નગરપાલિકા, કોર્પોરેશન, કલેકટર કચેરી, પોલીસ સ્ટાફ, સફાઇ કામદારો કોરોનાના ડર વગર પોતાની ફરજ બજાવી રહેલ છે. દેશમાં લોકો હેરફેર કરે છે, બજારો લોકોની ભીડ દરરોજ લાખો લોકો હેરફેર કરે છે. બજારોમાં લોકોની ભીડથી ઉભરાઇ રહેલ છે ત્યારે માત્ર ન્યાયધીશોને શા માટે ડર લાગે છે અને શારીરીક સુનાવણી કરતા નથી. છેલ્લા નવ મહિનાથી અદાલતોમાં શારીરીક સુનવણી બંધ હોવાથી લાખો કેસોનો ભરાવો થઇ જશે.

પોલીસ, સફાઇ કામદાર તથા એસેન્સીયલ ફરજ બજાવતો તમામ સ્ટાફે કયારેય પોતાની ફરજ ચૂકી કામ બંધ કરેલ નથી. પ્રજાને પરેશાન કરેલ નથી, કોર્ટો બંધ હોવાથી વકીલ મોભદાર વ્યવસાય છોડવા મજબુર બની અન્ય કામધંધા કરી અને જીવન ગુજારી રહેલ છે. દરેક નાગરિકને વ્યવસાયની છુટ છે તો માત્ર વકીલોને જ કેમ નથી, શા માટે પોતાના વ્યવસાયથી વંચીત રાખવામાં આવી રહેલ છે તે વિચારવા લાયક છે. વકીલોને તેમના પરિવારને નિભાવવા ખોરાક, કપડા, શાળાની ફી, દવા, લાઇટ બીલ, ભાડુ, વાહન વ્યવહાર, પેટ્રોલ સહિતના ખર્ચની આવક બંધ હોવાથી વિકટ પરિસ્થિતિ ઉભી થયેલ છે. જયારે હાઇકોર્ટના જસ્ટીસો ગુજરાતની તમામ અદાલતના ન્યાયાધીશો, સ્ટાફને દર મહીને પરિવારને નિભાવવા માટે પગાર મળે છે, જેથી તેમનો જીવન નિર્વાહ કરી શકે છે. જયારે વકીલોના પરિવાર નિરાશાજનક પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહેલ છે.

વધુમાં દીલી પ ટેલે જણાવેલ હોય, આખો દેશ કોરોના મહામારી વચ્ચે કામ કરી રહેલ હોય, જીવન વ્યવહાર શરૂ હોય, ત્યારે દરેક વ્યકિતએ કોરોના મહામારી નીચે જીવતા શીખવું પડશે અને રાજયની તમામ અદાલતોમાં સવારે ૧૧ થી ૬ ફરી શારીરીક સુનાવણી શરૂ કરવામાં આવે તે માટે દેશના ગુજરાતના વકીલો માટે અપને વિનંતી કરૂ છું.

(11:53 am IST)