Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

તહેવારોને નિમિત્ત બનાવી તોફાનોનું બહાનું શોધતા અસામાજિક તત્વોને શાનભાન ન ગુમાવવા ફૂટ પેટ્રોલિંગ દ્વારા મેસેજ

વડોદરા પોલીસને દોડતી કરતા સીપી શમશેર સિંઘ, પીઆઇ કિરીટ લાઠિયા વિ.દ્વારા અસામાજિક તત્ત્વોને રાજકોટ સ્ટાઇલથી ચેતવણી

રાજકોટઃ  સંક્રાંત જેવા તહેવારો પર પણ પતંગ લૂંટવા કે કાપવા જેવી નાની નાની વાતોમાં કોમી તોફાનો વડોદરામાં કરવાની પેટ્રનથી સુપરિચિત પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા આવા વિસ્તારોને ભૂતકાળની ઘટનાઓ અને તેનો અભ્યાસ કરી આ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત રાખવા રણનીતિ એડી.પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા અને ડીસીપી એલ. એ.ઝાલા  અને એસીપી પરાક્રમસિંહ રાઠોડ સાથે ચર્ચા દ્વારા ઘડી અસમાજિક તત્વો સામાન્ય પ્રજાની શાંતિ ખોરવે નહિ તે માટે કડક હાથે કામ લેવા તમામને આદેશો આપ્યા છે.

ઉકત આદેશના પગલે સૌરાષ્ટ્ર સ્ટાઈલથી હિંમતપૂર્વક પગલા લેવા ટેવાયેલ વારસિયા પોલીસ મથક હેઠળના ફતેપુરા અને ધુલ ધોવાણ તથા કુંભાર વાળા હોય કે મંગલેશ્વર ઝાપા અને ભાંડ વાળા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને સીપીના જાહેરનામાની સમાજ સાથે અસમાજિક તત્વોની ચાલમાં ફસાય જય કોમી શાંતિ કે એકતા ન જોખમાય અને આવા કોઈ લખાણો પણ પતંગ પર ન લખવા સમજવવા સાથે અસમાજિક તત્વોને પણ આડકતરી રીતે આકરી ચેતવણી પીઆઇ કિરીટ લાઠિયા ટીમ દવારા આપવામાં આવી હતી.

(11:55 am IST)