Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વેબસાઈટ પર મોટા વળતરની લોભામણી જાહેરાતો કરી લોકોને ફસાવતો શખ્સ ધિકતા ધંધામાં ભાગીદારીની પણ લાલચ આપતો હતો

રીજ્યોશિશ વેબ નામે વિવિધ કંપનીઓ દ્વારા વડોદરાનાં આશુતોષ પરીખના કારનામાની કથા 'અકિલા' સમક્ષ પીઆઇ કિરીટ લાઠિયા વર્ણવે છે

 રાજકોટ તા.૧૧, વડોદરા જેવા સંવેદનશીલ વિસ્તાર નો હવાલો મેન ઓફ ઇમરજન્સી જેવા રાજ્ય પોલીસ તંત્રમાં લોખંડી હાથે કામ લેવા ટેવાયેલ સમશેર સિહને સુપરત થતાં તેવો એ તુરત જ વિવિધ ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓ અને ખાસ કરીને લોકો સાથે વિશ્વાસઘાત કરી મોટી રકમ સાથે ફરારી આરોપીઓને ઝડપવા માટે શરૂ કરેલ ઝુંબેશને પ્રથમ તબક્કે સફળતા સાંપડી છે.                      

ઈન્ટરનેટ દ્વારા ઓન લાઈન માધ્યમથી લોકોને લલચામણી  જાહેરાતો દ્વારા શિશામાં ઉતરતા આશુતોષ પરીખને વડોદરા વારસિયા પોલીસ મથકના પીઆઇ અને અસામાજિક તત્વો પર ભારે ધાક ધરાવતા  કિરીટ લાઠિયા ટીમ દ્વારા ઝડપી લેવામાં સફળતા મળી છે.      

 રેજ્યોસિસ વેબ નામે વિવિધ કંપનીના મોબાઈલ વેચતા વેચતા આ શખસ દ્વારા વિદેશમાં પોતાના ધંધામાં ભાગીદાર અને વિવિધ રીતે રોકાણ માટે લલચાવતા પ્લાન રજૂ કરી છેતરપિંડી કરતા હોવાનું પીઆઇ કિરીટ લાઠિયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.           

 આ ફરિયાદ દાખલ થયાના ગણત્રીના કલાકોમાં આરોપીને ઝડપવા માટે ના પ્રયાસોમાં પીએસ આઇ.એ.બી.મિશ્રા ટીમ પણ સતત સક્રિય રહી હતી.

(11:55 am IST)