Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મકરસંક્રાંતીના તહેવારો નિમિતે નામદાર કોર્ટની સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવા ડીજીપી આશિષ ભાટીયા દ્વારા સૂચના

રાજ્યના પોલીસ વડા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના : અપાઇ ધાબાઓ પર લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગના થાય તેની તકેદારી રાખવા તાકીદ

અમદાવાદ તા. ૧૧ : મકરસક્રાંતીના તહેવારો નિમિતે નામદાર કોર્ટની સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સૂચના અપાઈ છેરાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના અપાઈ છે તા. ૧૦/૦૧/૨૦૨૧ તા.૧૪-૧૫/૦૧/૨૦૨૧ના રોજ ઉતરાયણના તહેવારની ઉજવણી સંદર્ભે રાજયના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ િઅધકારીઓની વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તા.૦૯/૦૧/૨૦૨૧ના રોજ એક મીટિંગ રાખી હાલમાં પ્રવતર્માન COVID-19ના પરિસ્થિતિને ધ્યાને લઇ સૂચનાઓ આપવામાં આવેલ તેમજ ઉતરાયણના તહે વાર અનું સંધાને સરકારની ગાઇડલાઇન તેમજ નામ. હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પાલન થાય તે રીતે યોગ્ય બંદોબસ્ત રાખી કોઇ અનિચ્છિનય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા તમામને સૂચના આપવામાં આવેલ હતી.

રાજય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ આ વિડિઓ કોન્ફરન્સમાં ઉત રાયણ અંગે બહાર પાડવામાં આવેલ સરકારના જાહેરનામા મુજબ કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેર પર પતગ ચગાવવા એકત્રીત ન થાય તે અને ઉંતરાયણના આગળના દિવસે ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલિંગ રાખવા એ ચુસ્ત બંદોબસ્ત રાખવો. ઉતરાયણ તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેમજ પોતાના પરવારના નજીકના સભ્યો સાથે ઉજવાય માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરાવવા સૂચનાઓ આપી હતી

પતંગ ઉપર દોર તેમજ ધાબાઓ પર લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ ના થાય તેની તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.

(11:58 am IST)