Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વલસાડ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓની હડતાલ

છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત : 230 જેટલા વિશ્વ એન્ટપ્રાઇઝ ના વર્ગ ચાર ના કર્મચારીઓ એ હલ્લો બોલાવી સૂત્રોચ્ચાર કર્યા

વલસાડ ;કોરોના જેવા કપરા કાળમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવતા હોસ્પીટલના કર્મચારીઓ ને અવાર નવાર પુરતો પગાર નથી મળતો અથવા ઘણી વાર મળતો જ નથી. અને આવા બધા કારનો સર અવાર નવાર તેમને પોતાની માંગ પૂરી કરવા માટે હડતાલ જેવું શસ્ત્ર પણ ઉગામવું પડ્યું હોય છે.

 વલસાડ સિવિલ હોસ્પિટલના ર્ગ 4 ના કર્મચારીઓ ને પગાર ન મળતા આજરોજ હળતા પર ઉતર્યા છે. વલસાડ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ના 230 જેટલા કર્મચારીઓના પગાર ના ઘટ તથા છેલ્લા બે મહિના થી પગાર ન ચૂકવામાં આવતા આજ રોજ વલસાડ ની સિવિલ હોસ્પિટલ ના પરિસર માં હડતાળ પર ઉતર્યા હતા. 230 જેટલા વિશ્વ એન્ટપ્રાઇઝ ના વર્ગ ચાર ના કર્મચારીઓ એ હલ્લો બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. પગાર આપવાની માંગ તથા પગાર વધારવાની માગ સાથે કર્મચારી હડતાળ પર ઉતરતા સિવિલ પ્રશાસન એ મીટીંગ શરૂ કરી હતી. તો સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કર્મચારીઓને પગાર આપવાની બાહેધરી આપવામાં આવી હતી. કર્મચારીઓની હડતાલ પગલે દર્દીઓને હલકી ભોગવવાનો વારો આવ્યો હતો.

(1:57 pm IST)