Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદી પ્રસિધ્ધ : મતદારને પોતાનું નામ કયાં વોર્ડ - મંડળમાં છે તે જાણવા સર્ચ એન્જીન તૈયાર

મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે વેબસાઇટ પરથી જોઇ શકશે

અમદાવાદ તા. ૧૧ : ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાનાર સ્થાનિક સ્વરાજયના એકમની ચૂંટણી ની મતદાર યાદી વિધાનસભાની ૧-૧ ૨૦૨૧ની લાયકાતની સ્થિતિએ પ્રસિદ્ઘ થયેલ તા, ૯-૧૧-૨૦૨૦ અને તા, ૧-૧૨-૨૦૨૦ના ડ્રાફટ પરથી તૈયાર કરવામાં આવેલ છે,

રાજય ચૂંટણી આયોગ દ્વારા તૈયાર કરાયેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ઘિ તા, ૫-૧-૨૦૨૧ના રોજ કરવામાં આવેલ છે.

મતદારો વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજ એકમોની મતદાર યાદીમાં પોતાનું નામ કયાં વોર્ડ- મતદાર મંડળમાં છે તે જોઈ શકે તે હેતુથી મતદારો માટે સર્ચ એન્જીન તૈયાર કરીને રાજય ચૂંટણી આયોગની વેબસાઈટ ( https //sec gujarat .gov .in ) ના હોમ સ્ક્રીન પર મુકવામાં આવેલ છે.

મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે વેબસાઈટ (https //sec gujarat .gov.in અથવા http //secsearch.gujarat.gov.in /search)ના માધ્યમથી જોઈ શકશે.

(3:45 pm IST)