Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં વેપારીએ સ્કૂટીમાં મુકેલ 75 હજારની રોકડ લઇ ગઠિયો છૂમંતર......

વડોદરા: શહેરના તુલસી વાડી વિસ્તારમાં રહેતા વેપારીની સ્કૂટરમાં મૂકેલી રૂ.પોણો લાખની રોકડ રકમ કાઢી ગઠિયો ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સીઝનલ વેપાર કરતા દિનેશભાઈ વાઘેલા એ પોલીસને જણાવ્યું છે કે, ગઈ તા છઠ્ઠીએ મારા ભાણીયા એ મને સંગમ ચાર રસ્તા પાસે બોલાવી ઉઘરાણીની રોકડ રકમ રૂ 60 હજાર આપતા આ રકમને સ્કૂટરની ડેકીમાં મૂકી હતી. આ રકમ સાથે મારી પાસે પડેલા બીજા રૂ 15 હજાર પણ ડીકીમાં મુક્યા હતા અને ત્યારબાદ કારેલીબાગ ટાંકી પાસે ચા પીને હું ઘેર ગયો હતો.

બપોરે જમ્યા બાદ તુલસીવાડી માં બે જણા પાસે ઉઘરાણી કરવાની હોવાથી હું ચાલતો તેમના ઘેર ગયો હતો. ત્યારબાદ સ્કૂટરની ડીકીમાંથી ઢોકડવા જતા રૂ. 75 હજાર મૂકેલી થેલી ગાયબ હતી. આ રકમની શોધખોળ કરી હતી પરંતુ નહીં મળતાં પોલીસ ફરિયાદ કરી છે.

(5:11 pm IST)